રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ Jioમાટે અનેક જાહેરાતો કરી છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, હવે Mbpsના દિવસો ગયા, Jio હવે Gbps ની સ્પીડમાં ઈન્ટરનેટ પૂરું પાડશે. તેમણે Jio ફોન 2ની પણ જાહેરાત કરી છે, જે માત્ર રુ. 2999માં બજારમાં મૂકાશે અને તેનું વેચાણ 15 ઓગસ્ટથી શરુ થશે.

Third party image reference

રિલાયન્સ ગ્રૂપની આજે મળેલી 41મી AGM માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના નેતૃત્વમાં દીકરી ઈશા અને પુત્ર આકાશે Jio ગીગા TV લોન્ચ કર્યું હતું. આ Jio ગીગા TVની વિશેષતા એ છે કે, જેમાં 600 થી વધુ ટીવી ચેનલ જોઈ શકશે. જે સ્માર્ટ ટીવી બોક્સ થી કનેક્ટેડ હશે. જે અલ્ટ્રા હાઈ ડેફીનેશન પર હોવાથી ઉત્તમ હશે. સ્માર્ટપિચર્સ ક્વોલિટી ટીવી બોક્સ હોમ થિયેટરની અનુભુતિ આપશે. એક કલાકમાં જ Jio ગીગા તમારા ઘરે લાગશે.

Jio ગીગા TV ની જેમ તેનું રિમોટ પણ સ્માર્ટ હશે. જે વોઇસ કમાન્ડ થી ઓપરેટ થશે. જે દરેક ભારતીય ભાષામાં હશે. એટલું જ નહીં Jio ગીગા TV માં કોલ કરી શકાય તેવી પણ સુવિધા આપવામાં આવી છે. જે Jio ગીગા fiber થી જોડાયેલ હોવાથી ગજબની સ્પીડ મળશે. આ ઉપરાંત તમે jio ના ફોન સહિત jio sim સાથે જોડાયેલ કોઈ પણ સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ ટીવી કોલ કરી શકશો. જીઓ ટીવી માટેનું બુકીંગ 15મી ઓગસ્ટ થી શરૂ થશે.

Jio ગીગા TV માં વર્ચ્યુઅલ રિયાલિટીનો આનંદ મળશે. એટલું જ નહીં પણ સ્માર્ટ હોમ દ્વારા ઘરમાં લગાવીને સીસીટીવી તમારાં ઘર પર નજર રાખી શકો છો. આની સાથે ઘરની લાઈટ, પંખા સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ઓપરેટ કરી શકાશે. આ ઉપરાંત jio સહિતના ગ્રાહકો પોતાનો જૂનો ફોન માત્ર રૂપિયા 501 માં જ બદલી શકશે. Jio એ નવી ટેકનોલોજી લોન્ચ કરીને ને તેને ડિજિટલ ફ્રીડમ નામ આપ્યું છે. 15મી ઓગસ્ટ થી નવી સર્વિસનું રજીસ્ટ્રેશન શરૂ થશે.

This article is non-journalistic content copyrighted by the We-Media author and do not reflect the views of UC News