સીરીયામાંથી આવીને વસેલી ‘ગુર્જર’ જાતિના નામ પરથી આ પ્રદેશને ‘ગુજરાત’ નામ મળ્યું હશે એમ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેના નામે ઓળખાતા.

Third party image reference
  1. ‘આનર્ત’ : તળગુજરાત નો ઉતરનો ભાગ
  2. ‘લાટ’ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષીણ નો ભાગ
  3. ‘સુરાષ્ટ્ર’ : હાલના સૌરાષ્ટ્ર નો દ્રીકલ્પીય ભાગ

ભુપૃષ્ટ:

ભુપૃષ્ટ ની દ્રષ્ટીએ ગુજરાતના ચાર વિભાગો છે:

  1. ગુજરાતનો દરીયાકીનારો તથા રણવિસ્તાર
  2. ગુજરાતના મેદાનો
  3. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ અને
  4. ગુજરાતના ડુંગરાળ પ્રદેશ

૧. ગુજરાતનો દરીયાકીનારો તથા રણવિસ્તાર

(ક) દરીયાકીનારો:

ગુજરાતને સૌથી વધુ લાંબો દરીયાકીનારો મળ્યો છે. ભારતના કુલ દરિયાકિનારાનો આશરે ચોથો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરીયાકીનારો ક્ષારીય કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ’ ને નામે ઓળખાતો તાપીનો ઉતર કિનારો રેતાળ ટેકરીઓ નો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને કાદવકીચડવાળો છે.ખંભાત ના અખાત માં અલીયા બેટ અને પીરમ બેટ છે.ભાવનગર નજીક સુલ્તાનપુર અને જેગરી બેટ છે. દક્ષીણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સીયાલ અને સવાઈ બેટ છે. માણાવદર થી નાવીબંદર સુધીનો ભાગ ‘ઘેડ’ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના પશ્વિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેળા બેટ છે. બેટ દ્વારકા થી કચ્છના નાના રણ સુધીનો દરીયાકીનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવકીચડવાળો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા પરવાળાના પીરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો ૧૦ થી ૧૩ કિમી પહોળો પશ્વિમ તથા દક્ષિણનો કિનારો કાદવકીચડવાળો છે. અહી કેટલીક જગ્યાએ ‘લગુન’ સરોવરની રચના થઇ છે.

Third party image reference

(ખ) રણવિસ્તાર:

કચ્છની ઉતરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, જેનું ક્ષેત્રફળ ૨૭,૨૦૦ ચોરસ કિમી છે. કચ્છના મોટા રણમાં પરછમ, ખદીર, બેલા અને ખાવડા ના ઊંચા ભુમીભાગો આવેલા છે.

૨. ગુજરાતના મેદાનો

(ક) ઉતર ગુજરાતનું મેદાન:

સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને બનાસકાંઠા જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જીલ્લાની પશ્વિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢાં’ તરીકે ઓળખાય છે.

Third party image reference

(ખ) મધ્ય ગુજરાતનું મેદાન:

ઓરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક, અને સાબરમતી નદીએ કરેલા કાંપના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અને અમદાવાદ જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર’ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે. મધ્ય ગુજરાતનું મેદાન ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉતમ ગણાય છે.

(ગ) દક્ષીણ ગુજરાતનું મેદાન:

દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કરેલા કાંપ ના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને ભરૂચ જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન’ તરીકે ઓળખાય છે.

૩. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ

આ ઉચ્ચપ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચપ્રદેશમાં ગીરનાર, ચોટીલો, બરડો, શત્રુંજય વગેરે ડુંગરો છે. ઉતરની માંડવની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.

૪. ગુજરાતના ડુંગરાળ પ્રદેશો

(ક) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો:

દાંતા અને પાલનપુર નજીક ની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ’તરીકે ઓળખાય છે. તેમજ ખેડ્બ્રહા, ઇડર, અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ’ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમહાલની ટેકરીઓ છે. પાવાગઢ ૯૩૬.૨ મીટર ઉંચો છે. નર્મદાની દક્ષીણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષીણે સાતમાળા (સહાદ્રી) પર્વતોના ભાગરૂપે આવેલી ટેકરીઓ છે. ડાંગ જીલ્લાનું સાપુતારા (૯૬૦ મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જીલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.

(ખ) કચ્છનો ડુંગરાળ પ્રદેશ:

કચ્છમાં ઉતર ધાર, મધ્ય ધાર અને દક્ષીણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉતર ધારમાં કાળો (૪૩૭.૦૮ મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો આવેલા છે. મધ્ય ધાર લખપત થી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ધીણોધર (૩૮૮ મીટર), ભુજીયો, લીલીયો વગેરે ડુંગરો છે. દક્ષીણ ની ધાર પાન્ધ્રો તેમજ માતાના મઢથી શરુ થઇ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (૨૭૪ મીટર) અને ઝુરા (૩૧૬ મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્ય દિશામાં વરાર (૩૪૯ મીટર) ડુંગર છે. વાગડ ના મેદાનમાં કંથકોટ ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્રકિનારાની નજીકના મેદાનો ‘કંઠીના મેદાન’ તરીકે ઓળખાય છે.

(ગ) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ:

ઉતરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (૩૪૦ મીટર) છે. દક્ષીણ ની ગીરની ટેકરીઓમાં સરકલા (૬૪૩ મીટર) સૌથી ઉંચી ટેકરી છે. જુનાગઢ પાસેનો ગીરનાર (૧૧૫૩.૨ મીટર) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે, તેનું શિખર ગોરખનાથ (૧૧૧૭ મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલીતાણા નજીક શત્રુંજય (૪૯૮ મીટર), ભાવનગર ની ઉતરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉતરે લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી અને ભાદર નદીના મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીના મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છુટા પડેલા કાંપના નીક્ષેપણથી બનેલા છે.

This article is non-journalistic content copyrighted by the We-Media author and do not reflect the views of UC News